ભરૂચ નગરપાલિકા નજીક ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા નજીક આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર મહિલા કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ તાત્કાલિક ખુલી ગઈ હતી.જેના કારણે મોટી જાનહાની ટળી હતી.કારમાં સવાર બન્ને મહિલાઓનો સદ્દનસીબે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!