– આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષનું સમાજના આગેવાનોએ સન્માન કર્યું
ભરૂચ,
આમોદ ખાતે પરમ પૂજ્ય રઘુરામ જાગૃતિ કેળવણી મંડળ વડોદરાની આજ રોજ કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી તેમજ બોલપેનનું પેકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં અગાઉના મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. કારોબારી સભામાં અધ્યક્ષસ્થાને ઉમેશ પંડ્યાએ વિવિધ મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી હતી.ખાસ કરીને સમાજના બાળકોના શૈક્ષણિક વિકાસ અને પ્રોત્સાહન માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી સામાન્ય સભાનું આયોજન અને તેની તારીખ નક્કી કરવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રચનાત્મક અને સમાજહિતના વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આજની કારોબારી બેઠક યોજાઈ હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોએ સમાજના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




