નાંદોદ તાલુકા પંચાયતના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગોવિંદ વસાવાને પ્રમુખ પદ મળ્યું

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને  ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપએ પોતાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી છે.જેમાં નાંદોદ તાલુકા પંચાયત માં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષના બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે જેમાં 13 બેઠક ભાજપ પાસે છે 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માં ભાજપના જ જુનારાજ બેઠક ના સભ્ય હરેશ જેન્તીભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.ત્યારે કોંગ્રેસ ના સભ્યએ ભાજપને સપોર્ટ કરતા ભાજપને 13 વોટ મળ્યા હતા.ભાજપ ના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ પણ કોંગ્રેસના સભ્ય એ પણ ભાજપને સપોર્ટ કર્યો હતો.હાલ જે નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખની વરણી કરવામાં આવી એ એક સામાન્ય JRD માં એક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને આજે એમનું નામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જાહેર થતા એમના રહેલી ખુશી વ્યક્ત કરી કે એમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસને ભાજપ પ્રમુખ બનાવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!