(ભાવેશ પંડ્યા,ભાલોદ)
નર્મદા નદી માં એક કીનારે થી સામે કીનારે ચુંદડી અર્પન કરવામાં આવી સાથે સમૂહ માં નદી કીનારે મહાઆરતી યોજાય હતી.
ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે માં નર્મદા નદી તટે પારંપરીક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુઘી દસ દીવસ ગંગાદશાહરા પ્રર્વની રંગેચંગે ઉજવણી કરાય છે જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી માં ગંગા નર્મદા નદી સ્નાન કરવા આવતા હોય આ સમયે નર્મદા સ્નાન નુ વિષેશ મહત્વ હોય છે.સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે આ દિવસો દ્રારા શ્રઘ્ઘાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયા નુ પૂજન આરતી દર્શન સ્નાન કરવા નર્મદા ના તમામ ઘાટો પર સ્નાન કરવા ઊમટી પડે છે.ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગાદશાહરા મોહત્સવની ઊજવણી કરવામાં આવી હતી.જેમા મોટી સંખ્યા મા ભાલોદ ગામ તેમજ દુર ના શહેર માં વસતા લોકો મોટી સંખ્યા માં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્ઘાળુઓથી છલકાય ગયુ હતું.
ગંગાદશાહરા મોહોત્સવ ના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસ ના કાર્યકમો યોજાયા હતા જેમા તા-૨૩-૫-૨૦૨૬ શનીવાર ના રોજ મેઈન બજારમા આવેલા મહાકાળી માતાના મંદીરે થી બપોર ના ૪ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યા મા બ્રહ્મસમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા જે ગામ ફરી નર્મદા નદી કિનારે સપંન્ન થઈ હતી.તેમજ નદી કિનારે માં નર્મદાનુ પૂજન તેમજ સમૂહ મા મહાઆરતી કરવામા આવી હતી સાથે એક કિનારે થી સામે કિનારે ચુંદડી અર્પન કરવામા આવી હતી.આ પ્રસંગે ગુજરાતના વિવિઘ શહેરમા થી બ્રહ્મસામાજ ના લોકો તેમજ ભાલોદ ગામના વતની યો જે ઘંઘા રોજગાર માટે બહારગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામા ઉપસ્થીત રહ્યા હતા.આ કાર્યક્મને સફળ બનાવવા માટે ગંગાદશાહરા સમીતી તેમજ ગામના સ્થાનીક ઉત્સાહી કાર્યકરો બે દિવસના કાર્યક્મને અથાગ મહેનત કરી આ પ્રસંગને સફળ બન્યો હતો.




