ભરૂચ,
ધ ભરૂચ અર્બન કો.ઓ.પ્રાયમરી ક્રેડિટ સોસાયટી લિમિટેડની ૧૦૮ મી સભા ભાર્ગવની વાડી દેસાઈ ફળિયું ભરૂચ ખાતે તારીખ ૨૪/૦૫/૨૦૨૬ ના રોજ ભરતભાઈ બી.પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં મિટિંગના એજન્ડા મુજબ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.
છેલ્લા ૩૩ વર્ષથી સંસ્થાના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ સેવા આપતા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પુનઃ તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.ડિરેક્ટર મહેન્દ્રભાઈ કંસારાએ સોસાયટીની ૧૦૮ વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં અનેક મોટી મોટી સોસાયટી આવી અને ઘણી નિષ્ફળ ગઈ જયારે આ મંડળી એકધારી સતત અવિરત કૂચને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી.સભ્યોની સંખ્યા અને ધિરાણની લિમિટ વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.જેથી ધિરાણની લિમિટ ૨૦,૦૦૦ થી વધારી રૂપિયા ૨૫,૦૦૦ કરવાની જાહેરાત પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.મિટિંગના અંતે સહુ ભોજન લઈ છૂટા પડ્યા હતા.




