ભરૂચ,
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ખાતે ‘ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.ભરૂચ’ની વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ હતી.આ સામાન્ય સભા દરમ્યાન મંડળીના હિતમાં રજૂ કરવામાં આવેલા તમામ સાત જેટલા મહત્વના એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળીના પ્રમુખ શૈલેષભાઈ દવે,ઉપપ્રમુખ જાગેશ પંડ્યા અને અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.મંડળીની આ વાર્ષિક સભામાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સભાની સમગ્ર કાર્યવાહી ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.




