ભરૂચ,
ભરૂચના દાંડિયા બજાર સ્વામીનારાયણ મંદિર દ્વારા
ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે એ હેતુથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત સત્સંગ સમાજ દ્વારા અધિકમાસ નિમિત્તે શહેરમાં છાશ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા કાર્યક્રમ શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ તેમજ રાધાકૃષ્ણ સોસાયટી બસ સ્ટેન્ડ પાસે આયોજિત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઉનાળાની ગરમીમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ઠંડી છાશનો લાભ લીધો હતો. આ પ્રસંગે કોઠારી સ્વામી પુરુષોત્તમચરણદાસજી પાટીલ સ્વામી, બાલા સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી, મુકેશ ભગત, વિશ્વપ્રસાદ સ્વામી, તુષાર ભગત તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દાજીભાઈ સહિત અનેક હરિભક્તો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




