જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

સીગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલ કિરણબા સંજયસિંહ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ જસવંતસિંહ પઢીયાર ઉપપ્રમુખ પદે બિરાજમાન થયા હતા.

જંબુસર તાલુકા પંચાયત સભા ખંડમાં ખાતે આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું.

તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદમાટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણબા સંજ્યસિંહ યાદવને 15 મત જયારે ઉપ પ્રમુખ પદના પ્રકાશભાઈ પઢિયારને પણ ભરતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ઉમેદવારી તરફથી 15મત મળ્યા હતા.

જયારે જંબુસર તાલુકા પંચાયતનું કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલ એચ. કે. પટેલના ફાળે ગયુછે.જયારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલ પક્ષનાં નેતા તારોકેની જવબદારી સોંપવામાં આવી છે અને દંડક તરીકે મંગણાદ બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષમણસિંહને બિરાજીત કરવામાં આવ્યા છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલા બાનું અને ઉપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને 6-6 મત મળતા ભરતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે વિજેતા થયાં હતા.

પ્રમુખ ઉપ્રમુખ પદ ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, આમ આદમી પાર્ટીના કાવી-2બેઠક પર વિજેતા થયેલ ઇમેદવાર સોહીલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરી મત આપ્યો ન હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!