કાછિયા પટેલ સમાજનું ગૌરવ વધારનાર તેજસ્વી યુવા મિહિરભાઈ પટેલ

SHARE:

(સંજય પટેલ, જંબુસર)

જંબુસરના વતની ધર્મેન્દ્રભાઈ ચંપકભાઈ પટેલ (State Bank of India — હાલ રહે,વડોદરા) તથા મીનાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (શિક્ષિકા, જંબુસર) ના સુપુત્ર મિહિર ધર્મેન્દ્રભાઈ પટેલએ જાન્યુઆરી–2026 માં યોજાયેલી પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઈનલ પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સફળતાપૂર્વક પાસ કરી સમગ્ર કાછિયા પટેલ સમાજ, પરિવાર અને જંબુસરનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.

CA જેવી અતિ કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરવી એ સામાન્ય બાબત નથી — આ સિદ્ધિ પાછળ વર્ષોની અવિરત મહેનત, અડગ આત્મવિશ્વાસ, શિસ્ત, સંકલ્પશક્તિ અને માતા-પિતાના ઉત્તમ સંસ્કારોનો અમૂલ્ય ફાળો રહેલો છે.

મિહિરભાઈએ પોતાની પ્રતિભા અને પરિશ્રમના બળે માત્ર પોતાના માતા-પિતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.તેમની આ ભવ્ય સિદ્ધિ આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે સમગ્ર કાછિયા પટેલ સમાજ, સગા-સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો તરફથી મિહિરભાઈ તથા તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે અનંત શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

“સફળતા ત્યાં મળે છે જ્યાં સપનાઓને મહેનતનો સાથ મળે તે મિહિરભાઈએ સાબિત કરી બતાવ્યું છે.”

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!