સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડે હાથ લીધા : વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ બાબતે સાંસદે આપ્યું નિવેદન

SHARE:

– મારી રજુઆત બાદ પણ પોલીસની ઉંઘ ના ઉડી અને વરખડ ગામ ખાતે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે
– એક અઠવાડિયામાં નર્મદામાં ફરીથી દારૂ જુગારના અડ્ડા ચાલુ થયા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદામાં દારૂ જુગારના અડ્ડા ચાલવા બાબતે અવારનવાર સાંસદ મનસુખ વસાવા નર્મદા પોલીસ સામે પ્રહારો કરતા રહ્યાં છે.ત્યારે ફરી એક વાર નર્મદા પોલીસ સાંસદના રોષનો ભોગ બન્યા હતાં.
તાજેતરમા મુંબઈથી પકડાયેલા એમ ડી ડ્રગ્સના આરોપીની તપાસનો રેલો નર્મદા સુધી આવી જતા બે દિવસથી મુંબઈ પોલીસ નાંદોદ તાલુકાના વરખડ ગામે ધામાં નાંખી દેતા નર્મદા પોલીસપણ તપાસમાં દોડતી થઈ ગઈ હતી જોકે વરખડ ગામેથી ટેમ્પો ભરીને કેમિકલ્સ અને અન્ય ચીજ વસ્તુઓ પકડાતા સમગ્ર પ્રકરણ સંદર્ભે સાંસદ મનસુખ વસાવાની નર્મદા પોલીસ સામે તીખી પ્રતિક્રિયા સામે આવી હતી.સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવારનર્મદા પોલીસને આડે હાથે લીધા હતા.
નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે તે બાબતે સાંસદે જણાવ્યું હતું કે મેં હાલમાં જ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. અને એસ પી નર્મદાને પણ રજુઆત પણ કરી હતી.
સંસદે જણાવ્યું હતું કે મારી રજુઆત બાદ પણ પોલીસની ઉંઘના ઉડી અને વરખડ ગામ ખાતે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે.સાંસદે કહ્યું કે આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમના દેખાયું?રોષે ભરાયેલા મનસુખ વસાવાએ કહ્યું કે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ.મારા પત્ર લખ્યાના એક વિકમાં ફરીથી દારૂના ધંધા ધમધમી ઉઠ્યા અને આ વરખડ ગામે શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો.જે નર્મદા પોલીસ ની નિષ્ફળતા સામે આવી છે.સાંસદે જવાબદાર પોલીસ ને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી હતી.સાંસદના નિવેદનથી નર્મદા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં નર્મદામાં ફરીથી દારૂ જુગારના અડ્ડા ચાલુ થયા છે.સાંસદની રજુઆતને પણ પોલીસ ગાંઠતી નથી? એમ કહી સાંસદે નર્મદા પોલીસને આડેહાથે લીધા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!