જંબુસરના કાવી ગામમાં મહિલાનો મૃતદેહ ઝાડી માંથી મળી આવતા ચકચાર

SHARE:

(સંજય પટેલ, જંબુસર)
જંબુસર તાલુકાના કાવી ગામમાં મહિલાનો મૃતદેહ ઝાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ત્રણ દિવસ અગાઉ પતિ સાથે થયેલા ઝઘડા બાદ ઘરેથી ગુમ થયેલી શીલાબેન રમેશભાઈ રાવલનો મૃતદેહ કાવી અને નહાર ગામ વચ્ચે નર્મદા કેનાલ પાસે આવેલી ઝાડીમાંથી મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.
<span;>મૃતદેહ મળ્યાની વાત વાયુવેગે વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં કાવી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથધરી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ મામલો શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં મહિલાનું મોત આત્મહત્યા છે કે પછી કોઈ ગંભીર કાવતરું અને હત્યા પાછળનું રહસ્ય છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શાંત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભય અને રોષનો માહોલ ઉભો કર્યો છે.પરિવારજનોએ પણ ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ ઉઠાવી છે.હાલ સમગ્ર પંથકની નજર હવે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!