ભરૂચ,
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા ૨૯મી મે ૨૦૨૬ ના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPOs) નું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે.
આ વિશેષ પહેલ હેઠળ જી.એન.એફ.સી. લિમિટેડ, ડેક્કન ફાઇન કેમિકલ, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ તેમજ આર.પી.જી લાઈફ સાયન્સના ૭ કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પીપીઓ એનાયત કરાયા હતા.
પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્ષમ પેન્શન સેવાઓ પ્રદાન કરવા માટેની EPFO ની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે, જેથી નિવૃત્ત કર્મચારીઓ કોઈપણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકે અને તેમના જીવનધોરણની સરળતા તેમજ સામાજિક સુરક્ષામાં વધારો થાય.
આ PPO વિતરણ કાર્યક્રમ પ્રાદેશિક કચેરી, ભરૂચ ખાતે એપીએફસી અનિલ શર્મા, એપીએફસી અખિલેશ શર્મા અને એકાઉન્ટ ઓફિસર ઓમકાર ઠાકુરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત થઈ રહેલા સભ્યોને ડિજિટલ પેન્શન સેવાઓ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પદ્ધતિ અને EPFO દ્વારા ઉપલબ્ધ અન્ય પેન્શન સંબંધિત વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની ભરૂચ પ્રાદેશિક કચેરી તમામ હિતધારકો માટે આવી જ રીતે પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સભ્ય-કેન્દ્રિત સેવા વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સતત કાર્યરત છે.




