નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ : બોરીદ્રા ગામમાં સ્વ-વસતી ગણતરી માટે મુખ્ય શિક્ષકની પ્રેરણારૂપ લોકજાગૃતિ અંગેની અનોખી પહેલ

SHARE:

– નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી

– બોરીદ્રા ગામમા ઘરે ઘરે જઈને સ્વ-વસતી ગણતરી” માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી આપી સમજાવી રહ્યા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

બોરીદ્રા મુકામે આયોજિત સ્વ-વસતી ગણતરી અંગેનો આ લોકજાગૃતિ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ થયા છે.બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણા દ્વારાલેવાયેલી આ પહેલ દર્શાવે છે કે એક જાગૃત શિક્ષક પોતાના ગામ અને સમાજની પ્રગતિમાં

કેટલું મોટું યોગદાન આપી શકે છેતેનું ઉત્તમ ઉદાહરણ. પૂરું પાડ્યું છે.

વસતીગણતરી એ દેશના વિકાસ આયોજનનો પાયો

છે અને તેમાં જો દરેક ગ્રામજનો ડિજિટલ માધ્યમથી જોડાઈ શકે, તો તેનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થઈ શકે છે.અનિલ મકવાણાએઆ મહત્વને સમજીને જે રીતે ગ્રામજનોને પ્રેરિત કર્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે.કાર્યક્રમ દરમ્યાન માત્ર માહિતી જ નથી અપાઈ પરંતુ લોકોની શંકાઓનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.ઘણા લોકો ઓનલાઇન પ્રક્રિયાથી ડરતા હોય છે, પરંતુ આ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેમનો આ ડર દૂર થયો હતો અને તેમણે સ્વૈચ્છિક રીતે પોતાની ગણતરી પૂર્ણ કરી હતી.નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી ગામલોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક બોરીદ્રા ગામમા ઘરે ઘરે જઈને સ્વ-વસતી ગણતરી” માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી આપી સમજાવી રહ્યાં છે.શિક્ષણના જ્ઞાનનીસાથે સામાજિક જાગૃતિનું સિંચન કરવાનું કાર્ય અનિલ મકવાણા ખૂબ જ કુશળતાથી કરી રહ્યા છે.ગ્રામજનોએ તેમની કામગીરીને ‘સેવા નું ઝરણું’ નામ આપ્યું છે તે સાર્થક લાગે છે.કારણ કે તેમના કાર્યો નિરંતર સમાજના તરસ્યા લોકોને જ્ઞાન અને જાગૃતિરૂપી જળ પૂરું પાડે છે.આવા પ્રયાસો અન્ય ગામો માટે પણઉદાહરણરૂપ છે.જો દરેક ગામમાં એક શિક્ષક આવી જવાબદારી ઉપાડી લે તો સરકારની ડિજિટલ સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચતા વાર ન લાગે. અનિલ મકવાણાની આ પહેલને કારણે શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે.ગ્રામજનોએ અને શિક્ષકો આગેવાનોએ આ કાર્યક્રમના મશાલચી અનિલભાઈને અભિનંદન પાઠવી તેમની નિષ્ઠાને સલામ કરી રહ્યાં છે.

ભારત સરકાર દ્વારા “સ્વ વસતી ગણતરી” માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેના માધ્યમથી લોકો પોતાની ગણતરી જાતે કરી શકે છે.ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે અને ડિજિટલ પ્રક્રિયા અંગે માહિતગાર બને તે હેતુસર આ લોકજાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે.

બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલભાઈ મકવાણા દ્વારા બોરીદ્રા ગામમા ઘરે ઘરે જઈને પ્રવૃત્તિ અંતર્ગત ગામમાં લોકોને સ્વ વસતી ગણતરીની પ્રક્રિયા,ઓનલાઈન નોંધણી અને તેના મહત્વ અંગે સમજ આપી રહ્યાં છે.અનિલભાઈ ગ્રામજનોને ભારત જન ગણના પોર્ટલ પર કેવી રીતે પોતાની માહિતી ભરવી તે અંગે માર્ગદર્શન પણ આપી રાષ્ટ્રીય કામગીરી માં સહયોગ આપી રહ્યા છે.

શિક્ષક અને સમાજનો આ સમન્વય જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને અનિલ મકવાણા તેમાં એક આદર્શ ભૂમિકા ભજવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!