શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા બ્રહ્મ બટુકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું

SHARE:

ભરૂચ,

અધિક પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ભરૂચ શહેરમાં એક પ્રેરણાદાયી શૈક્ષણિક કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા શહેરના દાંડિયા બજાર સ્થિત ભ્રુગુઋષિ મંદિર (શનિદેવ મંદિર) ખાતે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે “નિઃશુલ્ક નોટબુક વિતરણ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

​શિક્ષણને સમાજની પ્રગતિનો સાચો પાયો ગણાવીને ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઋષિઓના સંતાન એવા આ ભૂદેવોના હાથમાં જ્યારે પેન અને નોટબુક આવશે, ત્યારે તેમના જ્ઞાનનો પ્રકાશ સમગ્ર સમાજને રોશન કરશે. આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મઅગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે નોટબુક સહિત શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

​આ સેવાકીય કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા તેમજ શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે અને સંજયભાઈ તિવારી સહિતના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!