નર્મદામાં પહેલા વરસાદે એકનો ભોગ લીધો : મોડી રાતે વાવાઝોડા સાથે ભારે વરસાદમાં લછરસ ગામે મકાનની દીવાલ ધરાશયી થતા બે દબાયા તો એકનું મોત

SHARE:

– માંગરોળ ગામમા પહેલા વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 40 થી 42ડિગ્રી જેટલી અસહ્ય ગરમીથી લોકો પરેશાન થયા હતાં.મોડી રાતે અચાનક નર્મદામાં વાવાઝોડુ ફૂંકાતા ભારે તારાજી અને જાનહાની થવા પામી હતી.જેમાં નર્મદામાં પહેલા વરસાદે એકનો ભોગ લીધો હતો.નર્મદા જિલ્લામાં મોડી રાતે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો.આ વાવાઝોડુ અને ભારે પવનના કારણે તા.૩૧-૦૫-૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૨-૩૦ થી ૩-૦૦ વાગ્યાની આસપાસ વાવાઝોડુ અને ભારે પવનના કારણે નાંદોદ તાલુકાના લાછરસ ગામે મકાનની દીવાલ ધરાશયી થતા બે દબાયા હતાં જેમાં એકનું મોત નીપજ્યું છે.હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ ધસી પડતાં ઘરવખરીને નુકશાન થયું હતું.જયારે પટેલ હર્ષદભાઈ મથુરભાઈ પટેલ, ઉ.વ. આશરે૬૦ વર્ષ અને રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલ, ઉ.વ.આશરે ૧૦ વર્ષ દિવાલમાં દબાઈ ગયા હતા.જેમને બહાર કાઢી જેમને પ્રાથમિક સારવાર માટે રાજપીપળા સિવિલમાં લાવવામા આવ્યાં હતા.જ્યાં સારવાર દરમ્યાન રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલનું મોત નીપજતા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.જયારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામમા પહેલા વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગામમા પાણી ભરતા ગ્રામજનોની હાલાકી વધી હોઈ કાન્સ સફાઈ ની માંગ થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!