રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાત માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક સંમેલન યોજાયું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

રાષ્ટ્રીય માનવસેવા સમિતિ ગુજરાતનું વાર્ષિક સંમેલન ભરૂચ જિલ્લાના મુલદ ઈસ્કોન મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન એએસઆઈ પ્રવિણસિંહ,ઈસ્કોન મંદિર સંતશ્રી નંદીકેશ્વર મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થા સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા, ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો અને મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ઈસ્કોન મંદિરના સંત શ્રી આશિષ આપતા જણાવ્યું હતું કે આપ સર્વેનો સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ઈસ્કોન મંદિરમાં કલકત્તાની મૂર્તિ છે.આ પૃથ્વી પર દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાન નો પ્રચાર થશે તેમ કહી મુલદ મંદિરનું મહત્વ જણાવ્યું હતું.ભગવાને જીવનનું લક્ષ મેળવવા જન્મ આપ્યો છે તમારા કાર્યોમાં સિદ્ધિ મેળવો તેવા આશિષ પાઠવ્યા હતા.

એ.એસ.આઈ પ્રવીણભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા જે કાર્ય હાથ ધરાયું છે.તેમાં સતત પ્રગતિના સોપાનો સર કરે એવી શુભકામના પાઠવી, સમાજમાં જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેમાં ભગવાન સર્વ વ્યાપી છે તે દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તો આવા સેવા કાર્ય કરનાર વ્યક્તિઓ દ્વારા જરૂરિયાતો મંદો સુધી ભગવાન પહોંચે છે.આગામી સમયમાં આ સંસ્થાના કાર્યો જનજન સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી.

સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ દ્વારા સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લામાં આ સંસ્થા કાર્યરત છે સૌના સહકારથી કાર્ય કરવામાં આવે છે અને તેમની ભગીની સંસ્થા ભાથીજી મહારાજ સેવા સમિતિની રચના કરવામાં આવી જે થકી ફાગવેલમાં રહેવા જમવાની સુવિધા યાત્રિકોને મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.એમ કહી સંસ્થાનો પરિચય અને સંસ્થાની કામગીરીનો સવિસ્તાર ચીતાર રજૂ કરી સંસ્થા દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યોની માહિતી આપી સૌને અવગત કર્યા હતા.આ પ્રસંગે બે વર્ષ દરમ્યાન સંસ્થામાં સારી કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ના હોદ્દેદારો ટ્વિકલ શાહ,મનીષા મહેતા,હેમલ શાહ,નરેશ વાલ્મિકી, સંજય પટેલ, ગુલાબ સિંહ સોલંકી, ફાલ્ગુની અગ્રવાત,જશોદાબેન પરમાર, માયાબેન બારોટ, સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની અગ્રવાત દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન થકી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!