ભરૂચ,
અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે પૂરઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.એક કાર તો હાઈવેથી નીચે પલટી ગઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કારમાં સવાર 3થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ દરમ્યાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.




