નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજપીપળા નગરમા સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજાયા

SHARE:

– રાજપીપળા નગરપાલિકા દ્વારા ભાજપાનાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખની ગેરહાજરી સૂચક બની?!

– ધારાસભ્ય, ભાજપાનાં હોદ્દેદારો, કોર્પોરેટરો હાજર રહ્યાં પણ પ્રમુખની ગેરહાજરી ચર્ચાનો વિષય બની

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજપીપળા નગરમા આવેલ નંદરાજાના સ્ટેચ્ચું પાસે, ગાર્ડનમાં,શીતળામાતાનાં મન્દિરમાં નર્મદા ભાજપા દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજાયા હતાં. તેમાં આશ્ચર્યની વાત એ હતી કે તેમાં નગરપાલિકાનાં પ્રમુખ જ દેખાયાં નહીં! હમણાં જ નવા વારાયેલા પ્રમુખની ગેરહાજરી સૂચક બની હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપાનાં અન્ય આગેવાનો, હોદ્દેદારો, તેમજ પૂર્વ પ્રમુખ પણ હાજર હતા.પણ વર્તમાન પ્રમુખની ગેરહાજરી ખાસ ચર્ચાનો વિષય બની હતી.આ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા કેટલાક અન્ય કોર્પોરેટર પણ ગેરહાજર રહ્યાં હતાં!દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દેશભરમા સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેમાં ભાજપા કાર્યકરો, આગેવાનો,પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહ ભેર આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજપીપળા નગરપાલિકાના જ ભાજપના કોર્પોરેટરો અને ખાસ કરીને પ્રમુખની ગેરહાજરી ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કદાચ નવા કોર્પોરેટરોને આ કાર્યક્રમની ગંભીરતા નહીં હોય એટલે કદાચ ઉપસ્થિત નહીં રહી શક્યા હોય અથવા બીજું કોઈ કારણ પણ હોઈ શકે.પણ ભાજપાનાં આ પહેલા જ કાર્યક્રમમાં પાલિકાનાં પ્રમુખ જ ગેરહાજર રહ્યાંનો મુદ્દો કોર્પોરેટરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

ત્યારે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે પાલિકાનાં ચૂંટાયેલા કેટલાક સદસ્યો જોબ કરતા હોય ત્યારે ચાલુ જોબ છોડીને કાર્યક્રમમાં કેવી રીતે જઈ શકે? અને કાર્યક્રમમાં હાજરી આપે ફરજ પરની કામગીરીનું શું? જોબ કરનારી સંસ્થાએ શું ચાલુ જોબ પરથી પાલિકાનાં કામેં જવાની લેખિત પરવાનગી આપી હશે?જેવા પ્રશ્ર્નો હાલ તો ચર્ચાનો વિષય બન્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!