રાજપીપળા ખાતે બીજ મેળો 2026 નું આયોજન કરાયુ

SHARE:

– લુપ્ત થતી 75 જેટલી બીજની જાતોનું પ્રદર્શન યોજાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા વન વિભાગ દ્વારા નર્મદા વન વિભાગ રાજપીપળા ખાતે બીજ મેળો 2026 નું આયોજન કરવામાં આવ્યુ હતું.નાયબ વન સરક્ષક અભયકુમાર સિંઘની અઘ્યક્ષતામાં લુપ્ત થતી બીજ ની જાતો અને સ્થાનિક બીજ જાતો ના સરક્ષણ હેતુ કુલ 75 બીજની જાતોનું પ્રદશન તમામ બીટગાર્ડ, ફોરેસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં ટેટુ,પાટલા,ખડસીંગ,ભૂટાકો,રગત રોહીડો જેવી લુપ્ત થતી જાતો હતી.નર્મદાના જંગલોમાં આ વૃક્ષો ફરી પુનઃજીવિત કરવા નાયબ વન સરક્ષકશ્રી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.નાયબ વન સરક્ષક દ્વારા દરેક રેન્જ માંથી 2 ઉમદા રોજમદારોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માં ACF અનિલ પ્રજાપતિ અને તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!