શહેરાના સીમલેટ બેટ ખાતે પૂર પરિસ્થિતિ સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવા SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રિલનું સફળ આયોજન

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

ચોમાસાની ઋતુ દરમ્યાન સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી શહેરા વહીવટી તંત્ર દ્વારા આજે આપત્તિ વ્યવસ્થાપન કવાયત હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સ્થિત મહેલાણ ગામના ‘સીમલેટ બેટ’ખાતે પૂર દરમ્યાન શોધ-બચાવ (Search and Rescue) અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરી અંગે એક ભવ્ય સંયુક્ત મોકડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે આંતર-સંકલન સુદ્રઢ બનાવવાનો અને કટોકટીના સમયે ત્વરિત પ્રતિભાવ આપી કિંમતી માનવ જિંદગીઓ બચાવવાનો છે.આ કવાયત અંતર્ગત એસ.ડી.આર.એફ. (SDRF) ગ્રુપ-૦૫ ની ટીમ કંપનીના કમાન્ડન્ટના સંયુક્ત સહયોગથી સમગ્ર કામગીરીનું આયોજનબદ્ધ સંચાલન કરવામાં આવ્યું હતું.

આજરોજ સવારે સીમલેટ બેટ ખાતે સૌપ્રથમ ‘ટેબલ ટોપ એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ અને બચાવ ટીમોએ પૂરની સ્થિતિમાં કઈ રીતે વ્યૂહાત્મક રીતે આગળ વધવું તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરી હતી.ત્યાર બાદ બપોરે વાસ્તવિક પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરીને પ્રત્યક્ષ મોકડ્રિલ શરૂ કરવામાં આવી હતી.

આ મોકડ્રિલ દરમ્યાન SDRF ની નિષ્ણાત ટીમ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને આધુનિક બોટ અને લાઈફ જેકેટની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની લાઈવ કામગીરી દર્શાવવામાં આવી હતી.સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં રહીને પોલીસ વિભાગ,ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ તેમજ સ્થાનિક કુશળ તરવૈયાઓની બચાવ ટીમોએ આ કવાયતમાં સક્રિયપણે ભાગ લીધો હતો.પાણી માંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ આબેહૂબ નિદર્શન કરાયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!