– નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી એ જીતી લીધા પછી સત્તા પર આવ્યા પછી ચૈતર વસાવા ના સુર બદલાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી એ જીતી લીધા પછી સત્તા પર આવ્યા પછી ચૈતર વસાવા ના અચાનક સુર બદલાયા જેની રાજકીય વર્તુળો માં ચર્ચા શરુ થઈ.
ચીકદા તાલુકાના ઉમરાણ ખાતે જનકલ્યાણ શિબિર કાર્યક્રમમાં ’આપ’ ના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા અને સરકારની યોજનાઓના વખાણ કર્યા હતા.એનાથી સૌને આચાર્ય સર્જાયું હતું કારણકે અત્યાર સુધી દરેક કાર્યક્રમમાં ખેતર વસાવા ભાજપની ભ્રષ્ટાચાર વિશેની જ વાતો કરતા હતા.પરંતુ આજે સત્તા પર આવ્યા પછી આજે પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.ખાસ તો સરકારની મનરેગાની યોજનાની સફળતાની વાત કરીહતી કે મનરેગા યોજના માં ગુજરાતમાં નર્મદા જિલ્લો આજે પાંચમા નમ્બરે છે 2022 માં આ યોજનામાં ભ્રષ્ટાચારની વાતો કરી હતી. પહેલા આ યોજનામાં ભ્રષ્ટાચારની વાત કરતા હતાં
હવે સરકારની યોજનાના વખાણ કરતા ચૈતર વસાવાના સૂર બદલાયા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના ડેડીયાપાડા તાલુકો રાજ્યમાં
1થી 5 માં રહ્યો છે એવી ગૌરવની વાત આજે ચૈતર વસાવાના મોઢે સંભાળવાં મળી હતી.આ પહેલા ચૈતર વસાવા સત્તા પર નહોતા ત્યારે સરકારની યોજના અને કામો અંગે સવાલો ઉઠાવતા હતા.હવે સરકાર, અધિકારીઓ સાથે મળીને વિકાસના કામો કરવાની વાત કરી હતી.કાર્યક્રમ દરમ્યાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આમ ભાજપના આગેવાનો કરતા ચૈતર વસાવા ધારાસભ્ય હોશિયાર નીકળ્યા હતા.જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સત્તામાં આવતા ની સાથે જ સરકારની તમામ યોજનાઓનો વિગતે અભ્યાસ કરીને આવ્યા હતા.
સરકારની તમામ યોજનાઓનો લાભ કેવી રીતે મળે તે લોકો સુધી પહોંચાડવાંનું કામ કર્યું.અત્યાર સુધી ભાજપના આગેવાનો સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડતા ન હતા.
તેને કારણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં હાર થઈહતી ભાજપે ચૈતર વસાવા પાસેથી શિખવાં જેવું છે એવું લોકો કહેતા થયા હતા.ચૈતર વસાવા સરકારની યોજનાઓનો લાભ લોકોને લોકો સુધી પહોંચાડવા કટીબદ્ધ થયા હતાં અને સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં લાભાર્થીઓ માટે સરકારની અસંખ્ય યોજનાઓની લાંબી યાદી લાભાર્થી સમક્ષ રજૂ કરી હતી.
જેમકે ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં સબસિડી, ખેતી સાધનો, પશુપાલન, સોલાર પંપસેટ, ટ્રેક્ટર સહાય, બાગાયતી ખેતી, તેમજ અન્ય કૃષિ સાધનો માટે સહાય યોજનાઓનો સમાવેશ થાય છે.સરકારી યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચે તે જરૂરી છે.શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસોની જરૂરહોવાનું જણાવ્યું હતું.સરકાર, અધિકારીઓ અને જનતા સાથે મળીને વિકાસ કરીએ એમ જણાવી સરકારની યોજનાના વખાણ કર્યા હતા.




