ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચમા ફસાયા : પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે ફરી નોટિસ મોકલી

SHARE:

– 29 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ : સૌ કોઈની કાર્યવાહી પર નજર 

ભરૂચ,

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષ કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે.પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી છે.

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી છે.અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરી નોટિસ ફટકારી છે.સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. આરોપ છે કે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા.જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે.આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવી છે. હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાને હાલમાં કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષ કેદની સજા ફટકારતા તેઓ વદોડરા સેન્ટ્રલ જેલમાં છે ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણ ઉભી થઈ છે.ત્યારે 29 જુલાઈના રોજ થનારી સુનાવણી અને કાર્યવાહી પર સૌ કોઈની નજર રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!