– સેલંબા પાસે એક મહિના પહેલા બનાવવામાં આવેલ નાળુ ધોવાયું : સેલંબથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થયો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
એક તરફ નર્મદામાં 6 તાલુકાઓ પૈકી પાંચ તાલુકાઑમાં વરસાદ ખેંચાયો છે ત્યાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે.જયારે એકમાત્ર સાગબારા તાલુકો જળબંબાકાર થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.
નર્મદા જિલ્લાના સાગબારા અને સેલંબા વિસ્તારમાં ધોધમાર વરસાદતૂટી પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.નર્મદાના 6 તાલુકા પૈકી સાગબારા માં મધ્યરાત્રીથી ધોધમાર વરસાદ પડતાં ચારેકોર પાણીજ પાણીથઈ જતા સાગબારા તાલુકામાં જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.અહી ધોધમાર વરસાદ પડતાં જંગલ વિસ્તારના નદી નાળા ઓ છલકાઈ ગયા છે જેને કારણે અહીં પુરની સ્થિતિ જોવા મળી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હજી સેલંબા પાસે એક મહિના પહેલા જ બનાવવામાં આવ્યું હતું જે પહેલા વરસાદમાં જ આ નાળુ નાળુ ધોવાયું ગયું છે.પહેલા વરસાદે આ નાળાના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખી છે.સાગબારામાં પહેલાજ વરસાદ માં પુર જેવા દ્રશ્યો સામે આવ્યા છે.એકમાત્ર આ તાલુકામાં બે દિવસ પહેલા પણ સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો આજે ફરી એ આ જ તાલુકામાં વરસાદ થયો છે.
ભારે વરસાદને કારણે નાળુ ધોવાઈ જવાને કારણે તેની સીધી અસર વાહન વ્યવહાર અને રાહદારીઓ પર પડી છે
સેલંબા થી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થઇ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. અહીં લોકો અને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે.જ્યારે સાગબારા તાલુકો પાણી પાણી થઈ ગયો છે.અહીં વાદળછાયું વાતાવરણ રહેવાથી લોકોને ગરમીમાં રાહતમળી છે.નર્મદાના અન્ય તાલુકામાં ખેતીલાયક વરસાદ થયો ન હોવાથી અને ચોમાસું ખેંચાયું હોવાથી ખેડૂતો વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.




