ભરૂચમાં તાજીયા જુલૂસ દરમ્યાન ટ્રાફિકજામ અને અકસ્માત નિવારવા વાહન વ્યવહાર પ્રતિબંધિત અને ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું

SHARE:

ભરૂચ,

આમુખ-૧ થી ભરૂચ શહેરમાં આગામી તા.૨૬/૦૬/૨૦૨૬ ના રોજ ઈમામ હુસેનની યાદમાં અત્રેના ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન અને ભરૂચ શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ શહેર તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલુસ કાઢવામાં આવનાર હોય આ તાજીયા જુલુસ ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી નીકળી ફાટા તળાવ ચાર રસ્તા થઈ કતોપોર સ્લોપ ખાતે આવેલ મૌલા અલી બાવાની દરગાહ ખાતે સલીમા આપવા જાય છે ત્યાર બાદ તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવતા હોય આ તાજીયા જુલુસ દરમ્યાન ફાટા તળાવ- કતોપોર સ્લોપ કતોપોર બજાર – ફુરજા રોડ ખાતે મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થતી હોય જેથી નીચે જણાવેલ રોડ ઉપર ટ્રાફીક જામ થવાની શકયતાઓ રહેલ છે.જેથી જાહેર જનતાની સલામતી તેમજ કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તથા કોઈ ગંભીર અકસ્માત કે ટ્રાફીક જામ ન થાય તે માટે આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ ના ૨૧:૦૦ કલાકથી તા.૨૬/૦૬/૨૦૨૬ નાં સવારનાં ૦૪:૦૦ કલાક સુધી તથા તા.૨૬/૦૬/૨૦૨૬ ના ૧૫:૦૦ કલાકથી તા.૨૭/૦૬/૨૦૨૬ ના સવારનાં ૦૪:૦૦ કલાક સુધી નીચે જણાવેલ રૂટ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવા તેમજ નીચે જણાવેલ પ્રતિબંધિત રૂટની સામે જણાવેલ રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષક ભરૂચે અત્રે રજુઆત કરેલ છે.

જેમાં પહેલો પ્રતિબંધિત વાહન વ્યવહાર રૂટ – ફાટાફાટા તળાવથી કતોપોર સ્લોપથી જુમ્મા મસ્જીદ સુધીનો રસ્તો જેનો ડાયવર્ઝન વાહન વ્યવહાર રૂટ – પાંચબતી – લલ્લુભાઈ ચકલા – જુનાબજાર – લાલબજાર થઇ જુમ્મા મસ્જિદ છે.બીજો પ્રતિબંધિત વાહન વ્યવહાર રૂટ – ફાટા તળાવથી કતોપોર સ્લોપથી મોટા ચાર રસ્તાથી ફુરજા બંદર સુધીનો રસ્તો જેનો ડાયવર્ઝન વાહન વ્યવહાર રૂટ – વસંત મીલનો ઢાળ – મદીના હોટલ – નાના નાગોરીવાડ – લાલવાડી – પીરકાંઠી – બરકતવાડ થઈ ફુરજા છે.ત્રીજો પ્રતિબંધિત વાહન વ્યવહાર રૂટ – ફાટા તળાવથી નગીના મસ્જીદ – ધોબીવાડ – છીપવાડ ચોકથી મોટા ચાર રસ્તા સુધીનો રસ્તો જેનો ડાયવર્ઝન વાહન વ્યવહાર રૂટ – વસંત મીલનો ઢાળ – સૈયદવાડ – નાની ડુગરી – નાની ડુગરી કબ્રસ્તાન – મુલતાનીવાડ નાના નાગોરીવાડ – સક્કર તલાવ – ઘાસ મંડાઈ થઈ છીપવાડ ચોક છે.ચોથો પ્રતિબંધિત વાહન વ્યવહાર રૂટ – સોનેરી મહેલથી જાલીયા મસ્જીદ – એવુસબાવાની દરગાહ -વલંદા કોઠી – વડાપાડા થી કતોપોર સ્લોપ સુધીનો રસ્તો જેનો ડાયવર્ઝન વાહન વ્યવહાર રૂટ – પાંચબત્તી – લલ્લુભાઇ ચકલા – જુનાબજાર – લાલબજાર થઈ જુમ્મા મસ્જીદ છે.

ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ આગામી તા:૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમનાં તહેવાર દરમ્યાન જાહેર જનતાની સલામતી તેમજ કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તથા કોઈ ગંભીર અકસ્માત કે ટ્રાફીકજામ ન થાય તે માટે હુકમ કરવામાં આવે છે.જેમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ આગામી મહોરમનાં તહેવાર દરમ્યાન તા.૨૫/૦૬/૨૦૨૬ નાં ૨૧:૦૦ કલાકથી તા.૨૬/૦૬/૨૦૨૬ ના સવારનાં ૦૪:૦૦ કલાક સુધી તથા તા.૨૬/૦૬/૨૦૨૬ નાં ૧૫:૦૦ કલાકથી તા.૨૭/૦૬/૨૦૨૬ ના સવારનાં ૦૪:૦૦ કલાક સુધી ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેનાં રૂટ પર વાહન

વ્યવહાર પ્રતિબંધિત કરી વાહન વ્યવહારનો રૂટ ઉપરોક્ત મુજબ ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારી/અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!