નર્મદા જીલ્લામાં 628 મો સદગુરુ કબીર પ્રગટ ઉત્સવ ઉજવાયો

SHARE:

– માનવ માનવ વચ્ચે પ્રેમ ભાવ રહે જીવદયા પ્રેમનો સંદેશ ફેલાવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જીલ્લામા 628 મો સદગુરુ કબીર પ્રગટ ઉત્સવ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવામા આવ્યો હતો.જિલ્લાના 35 થી 40 ગામો મા ઉજવામા આવ્યો હતો.આ પ્રગટ ઉત્સવ સદૃગુરૂ કબીર સાહેબ ના શિક્ષા આધારીત હોય છે.માનવ માનવ વચ્ચે પ્રેમ ભાવ રહે,જીવ દયપ્રેમ ભાવ જાગે,પુજાનો સંદેશ. સમાજ મા ખોટા કુરીવાજો ફેલાય છે અને જે ધર્મના નામે પાંખડ ફેલાય છે તેનો વિરોધ અને સંસાર મા મનુષ્ય જન્મનો હેતુ અને મુક્તિ માર્ગ ખોલ્યો છે.

અને કેવુ જીવન જીવવાથી પરમાત્મા ખૂશ રહે તેવી અનેક બાબતો મનુષ્યને સત્યના માર્ગ ઉપર લઈ જાય તે સંદેશ લોકોને તેમના આ પ્રગટ ઉત્સવમા જણાવામા આવ્યો હતો અને ભોજન ભંડારા ની પણ વ્યવસ્થા કરવામા આવી હતી.ત જાતીવાદ મીટાવી દરેક જીવ પરમાત્માનુ સંતાન છે તેવુ સમજાવા મા આવે છે.આ કબીર સાહેબ ના પ્રાગટ મહોત્સવ સંપૂર્ણ ભારત દેશ મા ઉજવાય છે તેમા ગુજરાત મા પણ અને ગુજરાત ના નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રસેલા,બીડ,તોરણા, ભદામ વગેરે ગામોના ભક્તજનોએ ભાગ લીધો હતો અને સદગુરુ કબીર સાહેબની વાણીના આધારે સમાજને સાચી દિશાએ લઈ જવાય એવુ માગદર્શન આપવામા આવ્યુ હતું.

નર્મદા જીલ્લાના અન્ય ગામો સેંજપુર, ડેડીયાપાડા, સાગબારા,તીલકવાડા, ગરુડેશ્વર,ચીકદા,નાદોદ દરેક તાલુકામાં સદગુરૂ કબીર સાહેબ પ્રગટ મહોત્સવ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવામા આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!