અંકલેશ્વર GIDCની રજત આવરણ પ્રોડક્ટ કંપનીમાં ભીષણ આગનો બનાવ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક પ્રોડક્ટ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર માંથી આગનો એક સળગતો કિસ્સો સામે આવ્યો છે.જીઆઈડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટની નજીક આવેલી ‘રજત આવરણ પ્રોડક્ટ કંપની’માં આ આગની દુર્ઘટના સર્જાઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં નજરે પડતા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ૨ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.કંપનીની અંદર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગ કામ દરમ્યાન અચાનક તણખો ઝરતાં શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ પદાર્થના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ કંપનીમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!