ભરૂચ,
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્ષમ પેન્શન સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્નારા નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) ઈશ્યૂ અને વિતરણ સુનિશ્ચિત કરવાના હેતુથી “પ્રયાસ” અભિયાન અંતર્ગત પીએપીઓ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ પહેલના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કોઈપણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકશે, જે તેમના સામાજિક સુરક્ષા અને જીવન જીવવાની સરળતા (Ease of Living) માં વધારો કરશે.
કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા તમામ ૧૭ સભ્યોને EPFO દ્વારા ઉપલબ્ધ વિવિધ પેન્શન સંબંધિત સુવિધાઓ જેવી કે ડિજિટલ પેન્શન સેવાઓ અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate) સબમિટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.EPFO તમામ હિતધારકો માટે પારદર્શક, ટેકનોલોજી આધારિત અને સભ્યોને કેન્દ્રમાં રાખીને સેવા વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સતત કટિબદ્ધ છે.
આ પીએપીઓ વિતરણ કાર્યક્રમ પ્રાદેશિક કચેરી, ભરૂચ ખાતે ભવિષ્ય નિધિ કમિશનર (APFC) પરિપૂર્ણ નાથ, મદદનીશ ભવિષ્ય નિધિ કમિશનર (APFC) અખિલેશ શર્મા અને એકાઉન્ટ ઓફિસર ઓન્કાર ઠાકુર તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.




