પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા : નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

પાટણા મર્ડરકેસના આરોપીને નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની વિગત પ્રમાણે આરોપી જગદીશભાઈ નારભાઈ

વસાવાએ મરનાર જશોદાબેન બાલુભાઈ વસાવાને પોતાના દિકરા બાલુભાઈ જગદીશભાઈ વસાવા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપીને પસંદ ન હોય જેની રીસ (અદાવત) રાખી ફરીયાદી દીનેશભાઈ લોટીયાભાઈ વસવાની દીકરી મરનાર જશોદાબેનને પાટણા ગામના બસ સ્ટેશન પાસે રોડ પર પરાણા વડે માથાના પાછળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ કરી સા૨વા૨ દરમ્યાન મોત નિપજાવેલ છે અને મોત નિપજાવી આરોપી નાશી ગયેલ.

જે બાબતની ફરીયાદ આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.જે કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી. સેસન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. પરમારે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જગદીશભાઈ નારભાઈ વસાવા રહે. પાટણા નવીનગરીને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી. એકટની કલમ– ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ પરમારની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી પ્રિન્સી. સેસન્સ જજ એસ.વી.વ્યાસે આરોપીને ખૂન કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી આરોપીનેઈ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા અને આરોપીને રૂ.૫૦૦૦|– નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૧ વર્ષની વધુ સાદી કેદની સજા ફટકારી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!