મુખ્યમંત્રી નોન-પ્લાન માર્ગ યોજના હેઠળ ચાવજ ખાતે ૨.૪૫ કરોડના ખર્ચે સી.સી રોડના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

SHARE:

ભરૂચ,

ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન-પ્લાન માર્ગ યોજના હેઠળ રૂપિયા ૨ કરોડ ૪૫ લાખના ખર્ચે ૬ જેટલા સી.સી. રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ વિકાસકાર્યોથી ગામના સોસાયટીઓમાં રહેતા હજારો નાગરિકોને અવરજવરની વધુ સારી સુવિધા મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ચાવજ ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, ઝાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિતનાપૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.૨.૪૫ કરોડના આ માર્ગ વિકાસના કામો પૂર્ણ થયા બાદ ચાવજ ગામ અને સોસાયટી વિસ્તારમાં રહેતા હજારો લોકોને ખાસ કરીને ચોમાસા દરમ્યાન અવરજવરની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!