ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ સમાપન કાર્યક્રમમા રાજ્ય સભાના સાંસદ મુકેશ રાઠવાએ પ્રશિક્ષણ આપ્યું

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમા કરવામાં કરવામાં આવ્યો હતો.આ કાર્યકમ સમાપન મા રાજ્ય સભાના સાંસદ મુકેશ રાઠવાએ પ્રશિક્ષણ આપ્યું હતું.ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા સંગઠનને વધુ સશક્ત અને કાર્યકર્તાઓને વિચારધારાત્મક તેમજ સંગઠનાત્મક રીતે વધુ સજ્જ બનાવવા માટે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું,જિલ્લામાં કુલ 2 વિધાનસભા અને 4 મંડળો માટે આ પ્રશિક્ષણ વર્ગો ના બે દિવસય પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતાં.રાજ્ય સભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ સમજાવ્યું કે આ વર્ગોમાં ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીની વિચારધારા, સંગઠન પદ્ધતિ, સેવા કાર્ય, સુશાસન, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું છે,પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓને સંગઠનના ધ્યેયો સાથે વધુ અસરકારક રીતે જોડીને જનસેવામાં સક્રિય બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા તમામ સંબંધિત મંડળોના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!