ભરૂચમાં જૂની આરટીઓ કચેરી પાસે બે જૂથો વચ્ચે મારામારીમાં 6 લોકો ઈજાગ્રસ્ત : મારામરીનો વીડિયો વાયરલ થયો

SHARE:

ભરૂચ,

ભરૂચના જૂની આરટીઓ કચેરી વિસ્તારમાં બે જૂથો વચ્ચે ટેમ્પો ખસેડવા બાબતે થયેલી મારામારીમાં છ વ્યક્તિઓ ઈજા થઈ હતી.જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.મારામારીનો વિડિઓ વાયરલ થતા પોલીસે તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચની જૂની આરટીઓ કચેરી નજીક 

 માત્ર એક આઈસર ટેમ્પો ખસેડવા જેવી બાબતે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જોતજોતામાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને ડાંગ તથા પથ્થરો વડે એકબીજા પર હુમલો કરતા ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે જેમાં ખુલ્લેઆમ મારામારી થતી સ્પષ્ટ જોવા મળે છે.આ ધીંગાણાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ મારામારીમાં આઝમ શેખ,તૌફીક શેખ,હાસમ શેખ તો સામે પક્ષે વિપુલ ભરવાડ,જદા ભરવાડ અને રાજુ ભરવાડ મળી બંને પક્ષના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!