રાજપારડીમાં બંધ મકાનને નિશાન બનાવી રાત્રીચોર રૂપિયા ૭૦,૦૦૦ ની રોકડ રકમ ઉઠાવી ગયા

SHARE:

– મકાન માલિક રોજ રાત્રે ભરૂચ જતા રહેતા હોઈ તે દરમ્યાન તસ્કરો ઘરનો દરવાજો તોડી હાથફેરો કરી ગયા

(જ્યશીલ પટેલ, ઝઘડિયા)

ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગર ખાતે તસ્કરો એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડીને મકાન માંથી રૂપિયા ૭૦,૦૦૦ ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ રાજપારડીના મુખ્ય બજારના નવરાત્રી ચોક ખાતે રહેતા જીગ્નેશભાઇ નટવરલાલ શાહ હાલ થોડા સમયથી ભરૂચ ખાતે રહે છે,તેઓ રોજ સવારે રાજપારડી વ્યવસાય માટે આવે છે અને રાત્રે ભરૂચ જતા રહે છે.તેમનું રાજપારડી ખાતેનું મકાન રાત્રી દરમિયાન બંધ રહેતું હોય છે. દરમિયાન ગતરોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના આગળના દરવાજાનું તાળું તોડીને ઘરમાં તિજોરીમાં મુકેલ રૂપિયા ૭૦,૦૦૦ ની ચોરી કરી ગયા હતા,સવારે આ બાબતની જાણ થતા મકાનમાલિક જીગ્નેશભાઈ શાહ રાજપારડી આવ્યા હતા અને ઘરમાં જઈને જોતા તિજોરી અને અન્ય કબાટ ખુલ્લા હતા.તપાસ કરતા તિજોરીમાં મુકેલ રૂપિયા ૭૦૦૦૦ રોકડા જણાયા નહતા,જેથી આ રોકડ રકમ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાની ખાતરી થઈ હતી.ચોરીનો ભોગ બનનાર જીગ્નેશભાઈ શાહ દ્વારા ચોરીની આ ઘટના બાબતે પોલીસ ફરિયાદ આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા થોડા સમયથી રાત્રીચોરોનો ત્રાસ વધી રહ્યો હોવાનું બહાર આવ્યું છે,લોકચર્ચા મુજબ રીઢા તસ્કરો દિવસ દરમ્યાન અમુક વિસ્તારોમાં કોઈ બહાના હેઠળ ફરીને જેતે વિસ્તારનું નિરિક્ષણ કરતા હોય છે અને રાત્રી દરમ્યાન આવા વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવતા હોય છે ત્યારે પોલીસે પણ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!