– અગાઉ જિલ્લા મહિલા પ્રમુખ બની ચુક્યા છે હવે પ્રદેશ મહામંત્રીની જવાબદારી
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગીતાબેન પટેલે નર્મદા જીલ્લા કોંગ્રેસમા સક્રિય રાજનીતિ કરતા મહિલા આગેવાન અંગિરાબેન તડવી ની પ્રદેશ મહિલા કોંગ્રેસ મા મહામંત્રી તરીકે નિમણૂંક કરી છે.નર્મદા જીલ્લમાં મહિલા કોંગ્રેસના મહામંત્રીની નિમણૂક કરવામાં આવતાકોંગ્રેસ કાર્યકરો મા ભારે આનંદની લાગણી ફેલાઈ છે.અંગિરાબેન તડવી આ અગાઉ નર્મદા જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કામગીરી કરી
ચૂક્યા છે.ત્યારે સંગઠન નો તેઓને બહોળો અનુભવ હોય નર્મદા જીલ્લામા મૃતપ્રાય અવસ્થા મા પડેલ કોંગ્રેસ પાર્ટી ને જોમ અને જુસ્સો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે એમ જણાવાયું હતું.નર્મદા જીલ્લામાં કોંગ્રેસ પાર્ટી પાસે મહિલા કાર્યકરોની ભારે ઉણપ છે,સક્રિય રાજનીતિ માં કોંગ્રેસ મા મહિલાનહીંવત પ્રમાણ માંજ જોવા મળે છે ત્યારે અંગિરાબેનને જ્યારે પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી બનાવ્યા છે તો તેમના માર્ગદર્શનમાં જીલ્લામા મહિલાઓ સક્રિય થશે અને કોંગ્રેસપાર્ટી મજબૂત બનશે.
સૌ કાર્યકરોએ અંગીરાબેનને અભિનંદન પાઠવ્યા હતા.




