વાલિયામાં ભારે વરસાદના પગલે સર્જાયેલ તારાજીને લઈ ધારાસભ્યએ મુલાકાત લઈ અસરગ્રસ્તોને કેશડોલ અપાઈ

SHARE:

– ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી

ભરૂચ,

વાલિયામાં વરસેલ ભારે વરસાદ પગલે સિલુડી,કોંઢ અને વટારીયા સહિતના ગામોમાં સર્જાયેલ તારાજીને લઈ આજે ધારાસભ્ય રિતેશ વસાવાએ મુલાકાત લીધી હતી અને કેશડોલ આપવામાં આવી હતી.સાથે કાંસને ઊંડી કરવા માટે ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી 5 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં 4થી જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલુડી,કોંઢ અને વટારીયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી.જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નુકશાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.જે બાદ આજરોજ ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ,કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ,ટીડીઓ,મામલતદાર સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્યના હસ્તે કેશડોલની આર્થિક સહાય કરી હતી અને સિલુડી ગામની કાંસ ઊંડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.સાથે ધારાસભ્યએ અન્ય મદદ કરવા કરવાની ખાતરી આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!