– સ્થાનિકો મજૂરી કરવા અન્ય ગામમાં જવા જીવનું જોખમ કરી ખાડી પાર કરવા મજબૂર
– ગામની ખાડીમાં પાણી પ્રવાહ વધતા એક બીજાનાં હાથ પકડીને સાંકળ બનાવી ખાડી પાર કરતા સ્થાનિક આદિવાસીઓ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદાનાં સાગબારા તાલુકામાં ત્રણ ઇંચ ભારે વરસાદ થતા આજુબાજુનાં ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યાં છે.તો નાળાઓ ધોવાઈ જતા રસ્તો બંધ પડ્યો છે.જેમાં સાગબારાના ચીકાલી ગામના લોકો ગામની બહાર પાણી આવતા ફસાઈ ગયા હતા.અહીંના સ્થાનિકો મજૂરી કરવા અન્ય ગામમાં જવા માટે જીવનું જોખમ ખેડીને ખાડી પાર કરવા આદિવાસીઓ મજબૂર બન્યા છે.
ગામની ખાડીમાં પાણી પ્રવાહ વધતા એક બીજાનાં હાથ પકડીને સાંકળ બનાવી ખાડી પાર કરતા સ્થાનિક આદિવાસીઓનું વરવુ દ્રશ્ય સામે આવ્યું છે.જીવનાં જોખમેં ખાડી પાર કરતાં આદિવાસીઓને તંત્રની કોઈ મદદ ન મળતા જીવનાં જોખમે ખાડી પાર કરતા આદિવાસીઓમાં મહિલાઓની સંખ્યા વધારે છે.હાલ સાગબારામાં ભારે વરસાદથી જન જીવન પ્રભાવી થઈ ગયું છે.




