નર્મદાનાં 3 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા

SHARE:

– નાંદોદ તાલુકામા 91 મી.મી (પોણા ચાર ઈંચ),ડેડીયાપાડા તાલુકામાં 87 મી.મી (સાડા ત્રણ ઈંચ ), ચીકદા તાલુકામાં 59 મી.મી (2 ઈંચ) વરસાદ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.જેમાં ડેડીયાપાડા સાગબારા અને નાદોદ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે.નર્મદાનાં નાંદોદ, ડેડીયાપાડા, ચીકદા ત્રણ તાલુકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

જિલ્લાંનો સૌથી વધુ નાંદોદ તાલુકામા 91 મી.મી (પોણા ચાર ઈંચ) નોંધાતા રાજપીપળા સહીત નાંદોદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.રાજપીપળા સહીત નાંદોદ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ડેડીયાપાડા તાલુકામાં 87 મી.મી (સાડા ત્રણ ઈંચ),ચીકદા તાલુકામાં 59 મી.મી (બે ઈંચ),તિલકવાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 મી.મી (એક ઈંચ) સાગબારા તાલુકામાં 14 મી.મી (અડધો ઈંચ )અને ગરુડેશ્વર તાલુકામાં 9 મી.મી વરસાદ નોંધાયો છે.જ્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ સરેરાશ કુલ 47 મિલી (બે ઈંચ) જેવો વરસાદ નોંધાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!