વાલિયા તાલુકાના વરસાદી અસરગ્રસ્તોને આપેલ સહાયના ચેકનું ફોટો સેશન કરી પરત લઈ લીધા હોવાના તાલુકા પંચાયત પ્રમુખના આક્ષેપ

SHARE:

– ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જીલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ દ્વારા સહાયના ચેક આપવામાં આવ્યા હતા 

– વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ ટીડીઓને પત્ર લખી ખુલાસો પૂછ્યો 

ભરૂચ,

વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ તાલુકા પંચાયતના સ્વભંડોળ માંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે.

ભરૂચ જીલ્લામાં ગત 4 જુલાઈ 2026 ના રોજ વાલિયા તાલુકાના સિલુડી,કોંઢ અને વટારીયા ગામમાં ભારે વરસાદને પગલે કમર સમા પાણી ભરાયા હતા. જેના પગલે મકાનોની દીવાલો ધરાશય થવા સાથે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ધરવખરીને નુકશાન પહોંચતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જીલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ,ટીડીઓ અને મામલતદાર સહિત આગેવાનોએ સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્તોને સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે અસર ગ્રસ્તોને સહાય ચૂકવ્યા બાદ તેઓ પાસેથી ચેક પરત લઈ લીધા હોવાના વાલિયા તાલુકાના પ્રમુખ રાજુ વસાવાએ નિવેદન આપ્યું હતું.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમ માંથી ખર્ચ કરી સહાય ચુકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી દિન ત્રણમાં આ બાબતે ટીડીઓ પાસે ખુલાસો માંગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન અસર ગ્રસ્તોને સરકાર તરફથી સહાય આપવામાં આવતી હોય છે અને તેનું અલગ ભંડોળ આવતું હોય છે ત્યારે તાલુકા પંચાયતના સ્વભંડોળ માંથી આ રીતે અસર ગ્રસ્તોને સહાય ચૂકવી અને સહાયના ચેક પરત લઈ લેવા તે કેટલું યોગ્ય કહી શકાય.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!