નેત્રંગની બિલોઠી બેઠકની પેટા ચૂંટણી અન્વયે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

SHARE:

– ચૂંટણીલક્ષી ચોપાનીયા અને ભીંતપત્રો પર મુદ્રક-પ્રકાશકનું નામ-સરનામું છાપવું ફરજિયાત 

– ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-37 (1) (એફ) અન્વયે કાઢેલ હુકમ

(વિજય વસાવા,નેત્રંગ)

ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરનાં પરિપત્રથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીઓ જુલાઇ-2026 માટે કાર્યક્રમ જાહેર કરેલ છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ નેત્રંગ તાલુકા પંચાયતની 3-બિલોઠી બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન તા.28/07/2026 અને મતગણતરી તા.30/07/2026 નાં રોજ નકકી કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બંધારણની કલમ-324 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ આપેલ આદેશ સૂચના મુજબ ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણીને લગતા ચોપાનીયાં, ભીંતપત્રો વિગેરેના મુદ્રણ અને પ્રકાશનો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-127(ક) ની જોગવાઈઓ લાગુ પડે છે. જેથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે.

ચૂંટણીઓ દરમ્યાન રાજકીયપક્ષોનાં ઉમેદવારો તરફથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરે છપાવવામાં આવે છે. આ ચોપાનીયા, ભીંતપત્રો વિગેરે પર મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામુ છપાવવાની ખાસ આવશ્યકતા હોય નીચે પ્રમાણે હુકમ કરવામાં આવે છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-37(1)(એફ) થી મને મળેલ સત્તાની રૂએ હુકમ કરૂ છું કે (1) કોઈપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો હેન્ડબીલ,પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહિ અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહિ (2) કોઈપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહિ કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહિ સિવાય કે (ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય (ખ) ઉમેદવારો તરફથી પ્રચાર માટે હેન્ડબીલ, પ્લેકાર્ડ, પોસ્ટર, ચોપાનીયા, ભીંતપત્રો વિગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જે-તે પ્રેસનાં માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ મુદ્રકનું નામ-સરનામુ તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-127(ક) હેઠળ આવું સાહિત્ય છાપનાર તેની 4 નકલ સબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે.આ સૂચનાનો તમામ પ્રિન્ટીંગ પ્રેસનાં માલિકો-મુદ્રકોએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.ઉપરોક્ત તમામ વિગતો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી.ભોગાયતા દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!