ઈનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો : પ્રમુખ તરીકે શ્રુતિ ચાવડા અને સેક્રેટરી તરીકે બીજલ જૈનની નિમણુંક

SHARE:

ભરૂચ,

ઈનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચનો ૬૧મા પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.જેમાં નવા વર્ષના પ્રમુખ શ્રુતિ ચાવડા અને તેમની ટીમે પદગ્રહણ કર્યું હતું.

આ સમારંભમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઈનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ ચાવડા અને સેક્રેટરી તરીકે બીજલ જૈનની પસંદગી કરવામાં આવી હતી.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ૩૦૬ ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ, સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ કરાવી હતી.

આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ તેમજ દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી દુષ્યંત પટેલની ગરિમામય ઉપસ્થિતિથી સમારંભ દીપી ઉઠ્યો હતો.

સમારંભમાં ઈનર વ્હીલ ક્લબ દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાની સેવાકીય પહોંચને વિસ્તૃત કરવા માટે ‘ઈનર વ્હીલ બ્રાન્ડિંગ’, શિક્ષણના વ્યાપને વધારવા માટે ‘વિદ્યા ઉદય’ અંતર્ગત ‘બુક ડિસ્ટ્રીબ્યુશન’, મૂંગા પશુઓની સેવા માટે ‘એનિમલ વેલફેર’ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ‘વુમન એમ્પાવરમેન્ટ’ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વર્ગોને મદદરૂપ થઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને ચેતના જગાવવાનો રહ્યો છે.”

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઈનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આગામી સમયમાં આખા વર્ષ દરમ્યાન સમાજ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!