સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ‘ઓરિએન્ટેશન કાર્યક્રમ’ યોજાયો

SHARE:

(ગણપત મકવાણા, પંચમહાલ)

સરકારી વિનયન કૉલેજ, શહેરા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના નૂતન સત્રના પ્રારંભે સેમેસ્ટર-૧ ના ભાષાના નવપ્રવેશી વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય અને પ્રેરણાદાયી ‘ઓરિએન્ટેશન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.નવીન આશા અને ઉત્સાહ સાથે કૉલેજ કેમ્પસમાં પગ મૂકનાર વિદ્યાર્થીઓને કૉલેજની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના ભાવ સાથે આદરપૂર્વક વંદે માતરમ ના ગાનથી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર હોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.કૉલેજના આચાર્ય ડૉ.જયશ્રી જોષી અને ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા તમામ નવા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને સ્નેહપૂર્વક ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જીવનમાં શિસ્ત, સાતત્ય અને સખત પરિશ્રમ દ્વારા પ્રગતિ કરવાના આશીર્વચન પાઠવ્યા હતા.

વિદ્યાર્થીઓ પોતાના પસંદ કરેલા વિષયોની ઉપયોગિતા સમજી શકે તે માટે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષો દ્વારા ભાષા સાહિત્યના મહત્વ અને કારકિર્દીની તકો અંગે વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો હતો.માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી કૉલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સપ્તધારા, NCC, NSS, રમત-ગમત (SPORTS), SSIP, Entrepreneurship Cell, IQAC, CWDC, NTF, RUSA,અને આજના યુગમાં અત્યંત અનિવાર્ય એવી સાયબર સિક્યુરિટી (Cyber Security) પ્રકલ્પો વિશે સંબંધિત નોડલ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આ તમામ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહપૂર્ણ અને રસપ્રદ સંચાલન ડૉ.શૈલેષ રાઉલજી દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કૉલેજના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ નવા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ અને પ્રગતિશીલ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!