નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર

SHARE:

– છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મીનો વધારો નોંધાયો : નર્મદા ડેમ 66.46% ભરાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ રહી છે ત્યારે નર્મદા ડેમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી ગઈ છે.નર્મદા ડેમની હાલની સપાટી 127.23 મીટરે પહોંચી છે. જોકે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

સરદાર સરોવરમાં ઉપરવાસ માંથી 10941ક્યુસેક પાણીના આવકની શરૂઆત થઈ છે.છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો છે.છેલ્લા બે દિવસથી સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થવાથી તેમની સપાટી ઝડપથી ઘટવા લાગી હતી. પરંતુ આજે સવારથી ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. રીવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ રાખીને પાણીનો સંગ્રહ કરાઈ રહ્યો છે.રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોવાથી મુખ્ય કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા વધારીને 10000 ક્યુસેક કરવામાં આવી છે.નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં 14832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમનો ગ્રોસ સ્ટોરેજ 6287.08 MCM મિલિયન ઘન મીટર છે. અત્યારે નર્મદા ડેમ 66.46% ભરાઈ ગયો છે.ડેમમાં પાણીની આવક 10941 ક્યુસેક સામે નદીમાં પાણીની જાવક 620 ક્યુસેક નોંધાઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!