ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની : વિવિધ કમીટીના ચેરમેનોની વરણી કરાઈ

SHARE:

– શ્રદ્ધાજંલી અને રાષ્ટ્રગીતના મુદ્દે વિપક્ષ આક્રમક : સામાન્ય સભાના સેક્યુલર ફાડી વિપક્ષી સભ્યોએ હવામાં ઉડાવ્યા

– વિપક્ષી આક્રમકતા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કર્યા

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના બે માસના લાંબા અંતરાલના અંતે અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકતા વિવિધ કમીટીના ચેરમેનોની વરણી કેટલાક સિનિયરોની નારાજગી વચ્ચે સંપન્ન થઈ હતી.તો બીજી તરફ રખાડતા ઢોર અને મૃતકની શ્રદ્ધાંજલીનેલઈને પ્રથમ સભા તોફાની બની હતી.

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના બે માસના લાંબા અંતરાલના અંતે અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકતા વિવિધ કમીટીના ચેરમેનોની વરણી કેટલાક સિનિયરોની નારાજગી વચ્ચે સંપન્ન થઈ હતી.જેમાં મહત્વપૂર્ણ મનાતી પબ્લિક વર્ક્સ કમિટીમાં અર્પણ જોશીતેમજ વોટર વકર્સ કમિટીના ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી છે.ભરૂચ પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી બાદ લાંબા સમયથી કમિટીઓ ના ચેરમેન બાબતે ભારે ખેંચતાણ રહેતા પાલિકાની સામાન્ય સભા બે વાર મુલત્વી રાખવામાં આવી હતી.જોકે તે બાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા સંગઠન અને ધારાસભ્યો સાથે બેઠકો યોજી કોકડું ઉકેલવામાં આવ્યું હતું અને અંતે કમિટીના ચેરમેનોની નિમણૂક સહિત વિવિધ વિભાગના 29 જેટલા કામોનો એજન્ડા સમાવેશ કરી પાલિકા પ્રમુખની અધ્યક્ષતા માં પ્રથમ સામાન્ય સભા મળી હતી.જેની શરૂઆત થતા જ વિપક્ષના સમસાદઅલી સૈયદ,જીગ્નેશ બ્રહ્મભટ્ટ,હેમેન્દ્ર કોઠીવાલા તેમજ ઝુબેર પટેલે આક્રમક રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સામાન્ય સભામાં અપમાન સહિત વોર્ડ નંબર આઠમાં દીવાલ ધસી પડવાના બનાવમાં બાપ બેટાના મોત તેમજ રોડ પર ગધેડાના કારણે તે થયેલ યુવાનના મુદ્દે શ્રધાંજલી આપવા તેમજ હિસાબ બાબતે આક્રમક રજૂઆતો કરતા શાસક વિપક્ષ વચ્ચે તું તું મેં થી વાતાવરણ ગરમાયું હતું.

રાષ્ટ્રગીત બાદ શ્રધ્ધાંજલી પૂર્ણ થતા જ સભ્યોની ઉત્સુકતા વચ્ચે વિવિધ કમિટીઓની રચના અને ચેરમેનોના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં કારોબારી સમિતિના ચેરમન પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી સમયે જ પ્રગ્નેશ પટેલની નિમણુંક કરી દેવામાં આવી હતી.તે સિવાયની વિવિધ કમિટીઓના ચેરમેનોની આજે વરણી કરવામાં આવી છે.ફાયનાન્સ એન્ડ ટેક્ષેશન સમિતિના ચેરમેન તરીકે ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિ ચેરમેન તરીકે કાજોલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા,સમાજ કલ્યાણ સમિતિમાં વિજય મકવાણા શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ સમિતિમાં વિશૃતિ દૂધવાળા લાઈટ સમિતિમાં ભાવિન પટેલ,સેનેટરી સમિતિમાં જિગીષા પટેલ, મેડીકલ સમિતિમાં ભાવિન ખારવા ઉપરાંત મુહત્વ પૂર્ણ મનાતી વોટર વર્ક્સ સમિતિમાં ગત ટર્મના કારોબારી ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિ અને પબ્લીક વર્કસ સમિતિમાં અર્પણ જોશી તેમજ બાગ બગીચા સમિતિમાં હેમાંગી મિસ્ત્રીની નિમણુંક કરવામાં આવી હતી.જોકે સમિતિઓની રચના બાદ તુરંત જ વિપક્ષના આક્રમક અંદાજ સાથે સામાન્ય સભાના સેક્યુલરને ફાડી હવામાં ઉડાવતા જ વાતાવરણ ગરમાયું હતું તે દરમ્યાન શાસક પક્ષે અન્ય તમામ એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરી રાષ્ટ્રગીત શરૂ કરી દઈ અડધા કલાકમાં જ સામાન્ય સભા ની કામગીરી સમેટી લીધી હતી.સામન્ય સભામાં શાસક પક્ષે અપનાવેલી કાર્યશૈલી સામે વિપક્ષી કોંગ્રેસના સભ્ય સમસાદ અલી સૈયદે ભાજપ ને ભાગેડુ જનતા પાર્ટી કહી પ્રજા હિત ના કામ ની ચર્ચા કરવાથી તેઓ ભાગી રહ્યા છે આ મુદ્દે પાલિકા કમિશનરમાં ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.તો વોર્ડ નંબર આઠના કોંગ્રેસના સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટે શ્રધ્ધાંજલી જેવા મુદ્દે રાજકારણ રમવાનો આક્ષેપ કરી રખડતા ઢોરો ના મુદ્દે કાર્યવાહીની માંગ કરી હતી.આ બાજુ પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ તમામ સમિતિના ચેરમેન આગામી દિવસો મા ચાર્જ સંભાળી લેતા પાલિકાના વિકાસ કાર્યો ને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કોઈ સભ્યોની નારાજગી ન હોવાનું કહ્યું હતું અને વિપક્ષના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા તેઓ પબ્લિસિટી માટે આવું કરતા હોવાનો વળતો આક્ષેપ પણ કર્યો હતો.

આમ પાલિકાની પ્રથમ સામાન્ય સભા શાસક વિપક્ષ વચ્ચે થયેલા ગરમાગરમીથી આગામી સામાન્ય સભાઓ કેવી રહેશે તેના એંધાણ અત્યાર થી જ વર્તાઈ રહ્યા છે તેમ લાગી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!