રાજપીપળા એસટી ડેપોની રાજપીપળા – દાહોદ બસ પ્લેટફોર્મ પર ચડીને અંદર ઘુસી જતા અફરાતફરીનો માહોલ

SHARE:

– બેસવા માટેના બાંકડાઓ તૂટ્યા,સીસીટીવી ને નુકસાન

બસના કાચ તૂટ્યા,પ્લેટફોર્મ બોર્ડવાળું છજુ નતૂટી પડતા મુસાફરો ઉપર તૂટી પડતા નાની મોટી ઈજાઓ : બ્રેક ફેલ થઈ જતા દુર્ઘટના ઘટી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળા એસટી ડેપોની રાજપીપળા – દાહોદ બસબસ નંબર GJ 18 ZT 0279 આજરોજ સવારે પ્લેટફોર્મ નંબર એક પર મુકવા જતા ડ્રાઈવર જગદીશભાઈ જયરામભાઈ રબારીની બેદરકારીને કારણે બ્રેક ફેલ થઈ જવાને કારણે બસ પ્લેટફોર્મ ઉપર ચડી જઈ ડેપોમાં અંદર આવી જતાએસટી ડેપોમાં ઘૂસી જતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી.

આ બસ પ્લેટફોર્મ ઉપર ચઢીને ડેપોની અંદર આવી જતા પ્રવાસીઓ માટે બેસવા માટેના બાંકડાઓ તૂટી ગયા હતા.એટલું જ નહીં સીસીટીવીને પણ નુકસાન થયું હતું એ ઉપરાંત બસ ના કાચ પણ તૂટી જવા પામ્યા હતા.એટલું જ નહીં પ્લેટફોર્મ બોર્ડવાળું છજુ નીચેતૂટી પડતા બાંકડા પર બેસેલ મુસાફ્રો ઉપર તૂટી પડતા નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી.

આ અંગે રાજપીપલા એસ ટી ડેપોના અધિકારી ટીઆઈ કે સી ગોહેલે જણાવ્યું હતું કે અમે ડ્રાઈવરનો જવાબ લઈને રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું તથા ડ્રાઈવરની ભૂલ હોવાનું જણાવ્યું હતું.વધુમાં રાજપીપળા એસટી ડેપોની બસ દાહોદ જવા માટે પ્લેટફોર્મ પર મુકાઈ તે પહેલા સાંજે બસનું મેન્ટેનન્સ અને ચેકિંગ પણ કર્યું હોવાનું જણાવ્યું હતું તો પછી આવી ગંભીર દુર્ઘટના કેમ થઈ તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા.એસટી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય અથવા તો વેક્યુમ ઓછું હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી હતી.રાજપીપળા એસટી ડેપો માંથી નીકળતી બસને વર્કશોપ માંથી ચેક કરવામાં આવે છે છતાં પણ આ દુર્ઘટના ઘણી હતી ત્યારે આ ચેકિંગની પદ્ધતિ સામે પણ સવાલો છે.સાંજે બસનો મેન્ટેનન્સ ચેકિંગ કરવામાં આવતું હોય છે એવું જણાવ્યું છતાં પણ બ્રેક ફેલ ખાવા પાછળ ચેકિંગ સત્તાવાળાઓની બેદરકારી સામે આવી હતી.

જોકે એસટી ડેપો કંટ્રોલરૂમમાં સીસીટીવી પણ બગડેલું હોવાથી ફૂટેજ ફૂટેજ પણ ન મળતા એસટી સત્તાવાળાની બેદરકારી સામે આવી છે અહીંયા કોઈ સુરક્ષા માટેની પણ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.આવી દુર્ઘટનાને કારણે મોટી જાનહાની પણ થઈ શકી હોત પણ લોકો ત્યાંથી ખસી ગયા એને કારણે જાનહાની ટળી હતી ડ્રાઇવરની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બનવા પામી હતી તેથી પગલાં લેવાની પણ માંગ થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!