ઝઘડિયા તાલુકા માંથી ચાંદીપુરાનો શંકાસ્પદ દર્દી મળી આવતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

SHARE:

– બાળકની હાલ તબિયત સુધારા પર

– ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને સૂચના

ભરૂચ,

ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે.હાલમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો ૧ શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. આ બાળ દર્દીને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ, ભરૂચ ખાતેના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. દર્દીનું સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યું છે.હાલ દર્દીની તબિયત સારી અને સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.જિલ્લામાં હાલ અન્ય કોઈ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી.

શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય ટીમ દ્વારા દર્દીના ગામમાં તાત્કાલિક રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

આ સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય, તો તુરંત તેની માહિતી આરોગ્ય તંત્રને આપવા તેમજ વાયરસની ગાઈડલાઈન અને તાત્કાલિક લેવાના થતા પગલાં અંગે જરૂરી વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને ઘરમાં તથા આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!