(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની સહિત ગુજરાત હાઈકોર્ટે પાંચના જામીન મંજુર કરતા ખેડૂતોને રાહત મળી છે.જામીન મેળવનારા (1) રમેશભાઈ વસાવા (2) મરિયમબેન વસાવા (3) બલિરામ વસાવા (4) મોગરાબેન વસાવા (5) શકુંતલાબેન ચૈતર વસાવાને જામીન મળ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામને જામીન મંજૂર કરવામાં આવ્યા છે.જોકે ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલાના કેસમાં જેલમાં હજી પણ બંધ છે હજી પણ 3 આરોપીઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.ચૈતર વસાવા સહિત નવ લોકોને થઈ હતી 7 વર્ષ જેલની સજા હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાથી ખેડૂતોને મોટી રાહત મળી છે.




