ભરૂચ પાલિકાના વોર્ડ નં.૧૧ માં વિકાસના વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન

SHARE:

– સૂત્રોચ્ચાર સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કર્યા બાદ કેબીનમાં બેસી વિરોધ નોંધાવ્યો 

 – વિવિધ કામોનું સમારકામ કરવાની પાલિકા પ્રમુખની બાંહેધરી 

ભરૂચ,

ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર ૧૧ ના અધૂરા અને વિલંબિત વિકાસકામોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ આમને-સામને આવી ગયા હતા.પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો.

વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને નિખિલ શાહ સહિતના આગેવાનો પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં પહોંચ્યા હતા.વોર્ડમાં વિકાસકામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ચર્ચા દરમ્યાન વાતાવરણ તંગ બનતાં વિપક્ષી સભ્યો પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગયા હતા અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે લોકપ્રશ્નો રજૂ કરવા છતાં તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી.જેના પગલે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જોકે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૧૧ માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક દૂર કરવામાં આવ્યા છે.નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!