એસ.જી.એફ.આઈ ખો-ખો સ્પર્ધામાં પી.એમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા-થવાનો વિજય

SHARE:

– નેત્રંગ તાલુકાકક્ષાની સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ મેળવી વિવિધ કેટેગરીમાં સિદ્ધિઓ : હવે ભરૂચ ખાતે જિલ્લાકક્ષાએ તાલુકાનું કરશે પ્રતિનિધિત્વ

ભરૂચ,

રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) અંતર્ગત ચાસવાડ આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં પી.એમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, થવાના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી શાળા તથા વિસ્તારનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધામાં પી.એમ શ્રી આશ્રમ શાળા થવા રમતવીરોએ વિવિધ વયજૂથમાં નીચે મુજબની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.આ સ્પર્ધામાં પી.એમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, થવાના રમતવીરોએ વિવિધ વયજૂથમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.જેમાં અંડર-૧૭ (ભાઈઓ), અંડર-૧૭ (બહેનો) અને અંડર-૧૯ (બહેનો) ની ટીમો પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયન બની હતી.જ્યારે અંડર-૧૪ (ભાઈઓ) ની ટીમે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.આ ઉપરાંત, અંડર-૧૪ બહેનોના ૪ ખેલાડીઓ તેમજ અંડર-૧૯ ભાઈઓના ૬ ખેલાડીઓની જિલ્લાકક્ષા માટે સીધી પસંદગી થઈ છે.આ તમામ વિજેતા અને પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સમયમાં ભરૂચ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.પી.એમ શ્રી આશ્રમ શાળા થવાના જિલ્લા કક્ષા માટે પસંદગી અંડર-૧૪ બહેનોના ૪ ખેલાડીઓ તેમજ અંડર-૧૯ ભાઈઓના ૬ ખેલાડીઓની જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે સીધી પસંદગી થઈ છે.

આ તમામ વિજેતા અને પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સમયમાં ભરૂચ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.ખેલાડીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, રમતગમત શિક્ષકો, શિક્ષકગણ તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!