અંકલેશ્વર માંથી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થતા સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો

SHARE:

– કડકડીયા કોલેજ નજીકનું કામચલાઉ ડાઈવર્ઝન પૂરના પાણીમાં ગરકાવ થયું  

– વાલિયા પંથકના બે ડાઈવર્ઝન ધોવાતા વાહન વ્હાવહાર બંધ કરાયો 

 

ભરૂચ,

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક તોફાની વરસાદી બેટિંગ વચ્ચે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી આમલાખાડીમાં ઉપરવાસના વરસાદને કારણે ભયાનક ઘોડાપૂર આવ્યું છે. ખાડીના પૂરના પાણી રોડ પર ફરી વળતાં અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

હાઈવે પર આવેલા કડકડીયા કોલેજ નજીકનું કામચલાઉ ડાઈવર્ઝન પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં હાંસોટ અને સુરત વચ્ચેનો વાહનોનો વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અંકલેશ્વર પોલીસે સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર બેરિકેટિંગ કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી છે.આ ઉપરાંત, અંકલેશ્વરના પીરામણ ગામથી GIDC ને જોડતો મુખ્ય રેલવે અંડરબ્રિજ કમરબૂડ પાણીમાં ગરકાવ થઈ જતાં નોકરિયાતો અને સ્થાનિક વાહનચાલકો રસ્તા વચ્ચે જ આફતમાં મુકાયા હતા.

તો બીજી બાજુ ભરૂચ જીલ્લાના વાલિયા પંથકમાં પણ વરસાદી તાંડવ જોવા મળ્યો છે.વાલિયા-વાડી મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળતાં આ માર્ગ વાહનવ્યવહાર માટે તદ્દન બંધ થઈ ગયો છે.ખાસ કરીને ડહેલી-રાજપરા પાસે નદીમાં આવેલા પ્રચંડ પૂરના વેગમાં વાહનોની અવરજવર માટે બનાવાયેલા બંને ડાઇવર્ઝન તણાઈને ધોવાઈ ગયા છે.ડાઈવર્ઝન વહી જતાં વાલિયા અને વાડી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને અનેક મુસાફરો તથા માલવાહક વાહનો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!