– ગુરૂવાર સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં મેઘરાજાએ ધીમે ધીમે વરસાદી માહોલની જમાવટ કરી છે,જૂન મહિનાની છેલ્લા પથવાડિયામાં છુટા છવાયા વરસાદ બાદ ખેતીલાયક પણ વરસાદ થયો નથી, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદે ધીમી ગતિએ માહોલ જમાવ્યો છે.
ઝઘડિયા તાલુકામાં ગુરૂવારે મળસ્કે આશરે બે વાગ્યાના અરસામાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો.જે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ધીમી ગતિએ અવિરત વરસાદ વરસી રહ્યો છે,ઝઘડિયા તાલુકામાં ગુરૂવારના સવારના ૧૨ વાગ્યા સુધીના છેલ્લા છ કલાકની વાત કરીએ તો ૩ ઈંચ થી વધુ ૮૦ (એમએમ) જેટલો વરસાદ થાબકી ચૂક્યો છે,વરસાદની જમાવટથી ખેડૂતોને વાવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે,તો તેની સામે આગામી દિવસોમાં જો સારો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને આર્થિક નુકસાનની પણ ચિંતા સતાવી રહી છે.ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા સહિતના મહત્વના મથકો પર આજરોજ સતત વરસતા વરસાદના કારણે જનજીવન ખોળવાયું છે.આ વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે ત્યારે ઝઘડિયા પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે.
અવિરત વરસતા વરસાદના પગલે રાજપારડી થી અવિધા ગામને જોડતો ભૂંડવા ખાડીનો પુલ બની રહ્યો છે જેમાં હંગામી ધોરણે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે ડાયવર્ઝન ડુંગરોમાં વધુ વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીની આવક વધતા રાજપારડી અવિધા વચ્ચે બનતા પુલનું ડાયવર્ઝન ધોવાઈ જવા પામ્યું છે. ઠીક ઠેકાણે વૃક્ષો પડવાની પણ ઘટના છેલ્લા ૨૪ કલાકમાં બનવા પામી છે,ડુંગર વિસ્તારમાં વધુ પડેલા વરસાદના કારણે ધોલીડેમમાં પણ પાણીની આવક વધતા ધોલીડેમની વોર્નિંગ સ્ટેજ સપાટી ૮૦ ટકા સુધી પહોંચી છે અને તે ૯૦ ટકા એલર્ટ સ્ટેજ સુધી પહોંચવાની સંભાવના હોય ધોલીડેમની આસપાસના ધોલી, રજલવાડા, બિલવાડા, કાંટોલ, મોટા સોરવા, કપાત તેજપુરા, હરીપુરા, રાજપારડી, સારસા, અવિધા, જરસાડ, વણાકપુર, રાજપુરા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને ધોલીડેમ તરફ નહીં જવા માટે મામલતદાર એ સૂચનાઓ કરી છે. મોસમ વિભાગના તજજ્ઞોની આગાહી ના આધારે આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે.




