ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શનની તપાસ : SOG એ મૌલાનાને સાથે રાખી જંબુસર ખાતે પહોંચી તપાસ કરી

SHARE:

ભરૂચ,

ભાવનગર નજીક આવેલા સિદસરના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદ્રેસા મામલે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.ચાર દિવસ અગાઉ મેગા કોમ્બિંગ દરમ્યાન ઝડપાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે.તેની શંકાસ્પદ ભૂમિકાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સિદસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં.110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવતું હતું.દરોડા દરમ્યાન મૌલાના મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા આશરે 15 પુસ્તકો તેમજ તેના દ્વારા લખાયેલી 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું.આ સમગ્ર સામગ્રીની તપાસ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસ દરમ્યાન મૌલાનાનું ભરૂચ સાથે કનેક્શન સામે આવતાં ભાવનગર SOGની વિશેષ ટીમ તેને સાથે રાખીને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ જંબુસર દારૂલ કુરાન મદ્રસા પહોંચી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર આવતા પહેલાં મૌલાના ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો.તેના સંપર્કો અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ SOG અને સ્થાનિક પોલીસના સહયોગથી સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.આ કેસમાં મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય સહાય પૂરી પાડવાના આરોપસર યુસુફ આરીફનાઈ મારજ્ઞણી અને અનસ મોહંમદસીદીક લાખાણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

દરમ્યાન પોલીસ દ્વારા સિદસર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ,મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી છે.સમગ્ર મામલાની તપાસ વિવિધ દિશામાં આગળ વધી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!